કેળામાંથી કાગળ બનાવવાનો અનોખો બિઝનેસ, તાબડતોબ બનાવશે લખપતિ

[ad_1]

મોટાભાગના લોકો વિચારે છે કે તેઓ એક જ વખત પૈસાનું રોકાણ કરીને જીવનભર બમ્પર કમાણી કરતા રહે છે. જો તમે પણ કંઈક આવું જ વિચારી રહ્યા છો, તો અમે તમને આવો જ એક આઈડિયા (Low Investment Business Idea) જણાવી રહ્યા છીએ. જેમાં તમે દર મહિને બમ્પર કમાણી કરી શકશો. આ એક એવો બિઝનેસ (Unique Business Ideas) છે, જે ગામડાથી લઈને કોઈપણ શહેર, નગર, મેટ્રો સીટીમાં ક્યાંય પણ શરૂ કરી શકાય છે. આ બિઝનેસમાં કોઈ ખોટ (Business Without loss) નથી. આ બિઝનેસથી તમે જીવનભર કમાણી કરી શકશો. તેમજ આજના સમયે આ બિઝનેસ ખૂબ જ ઈન ડીમાન્ડ રહી શકે છે. કારણ કે લોકો ધીરે ધીરે ઓર્ગેનિકની સાથે સાથે નેચરલ અને રિસાઇકલેબલ વસ્તુઓ તરફ વધી રહ્યા છે.

આ બિઝનેસ છે બનાના પેપર મેન્યુફેક્ચરિંગ યુનિટનો (Banana paper Manufacturing unit), જેમાં તમારે કેળામાંથી પેપર બનાવવાના રહે છે. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) એ બનાના પેપર મેન્યુફેક્ચરિંગ યુનિટ પર એક રિપોર્ટ પણ તૈયાર કર્યો છે.

બનાના પેપર એક પ્રકારનો કાગળ છે, જે કેળાના છોડની છાલ અથવા કેળાની છાલના રેસામાંથી બનાવવામાં આવે છે. જણાવી દઈએ કે, પરંપરાગત કાગળની તુલનામાં કેળાના કાગળમાં ઓછી ડેન્સિટી, વધુ મજબૂતી, હાઈ ડીસ્પોઝેબીલીટી અને હાઈ ટેન્સિટેલ સ્ટ્રેન્થ હોય છે. આ કાગળમાં આ ગુણધર્મ કેળાના ફાઈબરની સેલ્યુલર કોમ્પોઝીશનના કારણે હોય છે.

બનાના પેપર મેન્યુફેક્ચરિંગ યુનિટનો ખર્ચ: KVICના રિપોર્ટ અનુસાર, આ બિઝનેસ શરૂ કરવા પાછળ કુલ 16.47 રૂપિયાનો ખર્ચ થશે. આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે તમારા ખિસ્સાનું વધુ રોકાણ કરવાની જરૂર નથી. તમારે તમારા ખિસ્સામાંથી માત્ર 1.65 લાખ રૂપિયા જ રોકવા પડશે. તમે બાકીની રકમની લોન લઇ શકો છો. તમને બેન્કમાંથી 11.93 લાખ રૂપિયાની ટર્મ લોન મળશે. તેમજ વર્કિંગ કેપિટલ 2.9 લાખ રૂપિયા હશે.

પીએમ મુદ્રા યોજનામાંથી લો લોન: આ બિઝનેસ શરૂ કરવા માટે તમે પ્રધાનમંત્રી મુદ્રા લોન સ્કીમની મદદથી લોન પણ લઈ શકો છો. આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં બિન-કોર્પોરેટ નાના સાહસો શરૂ કરવા અથવા તેનું વિસ્તરણ કરવા માટે રૂ. 10 લાખ સુધીની લોન સરળતાથી મળી રહે છે.

બિઝનેસ શરુ કરવા શું જોઈએ? – આ વ્યવસાય શરૂ કરવા માટે તમારી પાસે GST રજીસ્ટ્રેશન (GST Registration), MSME ઉદ્યમ ઓનલાઇન રજીસ્ટ્રેશન (MSME Udyam online registration), BIS પ્રમાણપત્ર (BIS Certification) અને પ્રદૂષણ વિભાગ તરફથી NOCની જરૂર પડશે.

કેટલી થશે કમાણી? – તમે આ બિઝનેસથી વાર્ષિક રૂ. 5 લાખથી વધુની કમાણી કરી શકશો. આ બિઝનેસથી તમને પ્રથમ વર્ષમાં લગભગ રૂ. 5.03 લાખનો નફો થશે. તો બીજા વર્ષે 6.01 લાખ રૂપિયા અને ત્રીજા વર્ષે 6.86 લાખ રૂપિયાનો નફો થશે. જેમ જેમ બિઝનેસ આગળ ચાલશે, તેમ તેમ નફો ઝડપથી વધશે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયાને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)

[ad_2]

Source link